

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ ને ૬ મોટરસાયકલ સહીત કુલ રૂ ૧.૩૧ લાખનો મુદામાલ કબ્જે લીધો છે તેમજ બે આરોપી નામજોગ તેમજ બાઈકચાલકોને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના દેવળિયા ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જુગાર રમતા જયેશ બળદેવભાઈ પાટડીયા રહે સુંદરગઢ તા. હળવદ અને પ્રશાંત ધનજી ભોજવીયા રહે જુના ઘાટીલા તા. માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૨૦૦ અને ૬ મોટરસાયકલ કીમત રૂ ૧.૨૦ લાખ મળીને રૂ ૧,૩૧,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
આરોપી મુનાભાઈ જાદવજીભાઈ કોળી રહે જુના દેવળિયા તા. હળવદ, રમણીક ઉર્ફે બુધો ઉર્ફે મુન્નો અવચર કોળી રહે સુંદરગઢ તા. હળવદ અને મોટરસાયકલ ચાલકો તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે