

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજીત “વિશ્ર્વ અંતરિક્ષ સપ્તાહ’ (World Space Week) ના અનુસંધાને ચિત્ર તથા પ્રશ્નોતરી સ્પર્ધા નું આયોજન કરેલ છે
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ’ 26 વિજ્ઞાન અને ટેક્નોલોજી ના વિકાસ થી માનવ જીવન ખૂબ જ સરળ બન્યું છે. વિજ્ઞાન રોજીંદા જીવનને અનેક ફાયદાઓ થયા છે સંચાર, ઇન્ટરનેટ, સેટેલાઇટ, સ્પેસ સ્ટેશન્સ, વેધર ફોરકાસ્ટ વગેરે જેવા અનેક નવા લાભો આજે આપણે માણી રહ્યા છીએ. વિશ્વ અંતરિક્ષ સપ્તાહ મનાવવાનો હેતુ સ્પેસ સેક્ટરમાં હજારો લોકોની મહાન સિદ્ધિઓને પ્રકાશિત કરી તેના થી કઇ રીતે વિશ્વના આર્થિક અને ગતિશીલ વિકાસ પર અસરો પડી તેને ઉજાગર કરવાનો છે.
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ ની ઉજવણીના સમયગાળા દરમિયાન વિવિધ સ્પેસ એજન્સીઓ, શાળાઓ, પ્લેનેટેરિયા, મ્યૂઝિયમ, એરોસ્પેસ સંસ્થાઓ અને ખગોળશાસ્ત્ર ક્લબ્સ સ્થાયી આર્થિક વિકાસ માટે અવકાશના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સ્પેસ એજ્યુકેશન, વેબિનાર અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરે છે, અને આપણને સ્પેસ સાયન્સ દ્વારા મળતા લાભો વિશે ચર્ચા કરે છે અને યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે.
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ -26 કોઈપણ એક ચિત્ર દોરી તેનો ફોટો પાડી કેટેગરી મુજબ નાં આપેલ પ્રશ્ન નો જવાબ નો વિડીયો બનાવી ને મોકલી આપો.
※ કેટેગરી: -1 ધો:-1, 2, 3, 4 માટે ચિત્ર અને પ્રશ્ન
D:-1 આકાશ માં ચંદ્ર અને તારાઓ નું ચિત્ર દોરો
Q:-1 આકાશ દર્શન એટલે શું ?
※કેટેગરી:-2 ધો:- 5, 6, 7, 8 માટે ચિત્ર અને પ્રશ્ન
D:-2 સુર્ય મંડળ નાં ગ્રહો (પૃથ્વી સહિત) દોરો.
Q:-2 ગ્રહ અને ઉપગ્રહ એટલે શું ?
※ કેટેગરી:-3 ધો:-9, 10, 11, 12 માટે ચિત્ર અને પ્રશ્ન
D:-3 ચંદ્રયાન દોરો
Q:-3 ભારતિય અવકાશ યુગ ના પિતા કોણ ? શા માટે ?
※કેટેગરી:-4 કોલેજ સ્ટુડન્ટ,શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીશ્રીઓ માટે ચિત્ર અને પ્રશ્ન
D:-4 સેટેલાઈટ કે રોકેટ નું ચિત્ર દોરો
Q:-4 સેટેલાઈટ એટલે શું ? તેનાં કાર્યો જણાવો.
આ વિશ્વ અંતરિક્ષ સપ્તાહ માં ભાગ લેવા ની છેલ્લી તારીખ 10/ 10/ 2026 સાંજે 6=00 સુધી આપનો વિડીયો નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નં. પર મોકલી આપો. 98249 12230 / 97279 86386