મોરબીના બેઠા પુલ નીચે ભરાતી રવિવારી બજાર ટ્રાફિક-ગંદકીના પ્રશ્નોને લઈને બંધ

મોરબીના બેઠા પુલ પાસે દર રવિવારે રવિવારી બજાર ભરાતી હોય છે જે રવિવારી બજારને કારણે ટ્રાફિક અને ગંદકીના પ્રશ્નો વધી જતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે રવિવારી બજાર બંધ કરાવવામાં આવી હતી તેમજ આગામી ૪ રવિવાર સુધી બજાર બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે

 

મોરબીના બેઠા પુલ પાસે ભરાતી રવિવારી બજારમાં સતત ફેરિયાઓની અને ગ્રાહકોની વધતી ભીડને કારણે ટ્રાફિક સમસ્યા ઘેરી બની હતી રોડ પર પાથરણાવાળા આવી ગયા હતા અને શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા તાજેતરમાં મહાપાલિકાએ સફાઈ અભિયાન ચલાવ્યું હતું અને મહાપાલિકા દ્વારા ૪ સપ્તાહ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જોકે આ અંગે નાના ધંધાર્થીઓને જાણ ના હોવાથી વેપાર માટે આવી ગયા હતા જેથી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખાની ટીમે બજાર બંધ કરાવી હતી અને ૪ રવિવાર સુધી બજાર બંધ રાખવા જણાવી દેવામાં આવ્યું હતું નદીના પટમાં સફાઈ બાદ હવે આ વિસ્તારમાં સફાઈ અને ગ્રાઉન્ડ લેવલીંગ કામગીરી કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

 

Leave A Reply

Your email address will not be published.