મોરબીમાં ચુંટણી પંચ કામગીરી અંગે કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવ્યું, ભાજપે જુઠાણા ફેલાવવાના કર્યા પ્રહાર
મોરબી જીલ્લા કલેકટરને કોંગ્રેસે આવેદન પાઠવી ચુંટણીપંચ કામગીરી સામે સવાલો કર્યા મોરબીના મેયર દ્વારા પીસી કરી કોંગ્રેસ જુઠાણું ફેલાવતી હોવાના આક્ષેપો કર્યા


દેશભરમાં ચુંટણી પંચની કામગીરી, મતદાર યાદીમાં છેડછાડ અને સંસ્થાનો દુરુપયોગ કર્યાના વિપક્ષ નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે અને રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે આજે મોરબીમાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું તો ભાજપે કોંગ્રેસ જુઠાણું ફેલાવતી હોવાના વળતા પ્રહારો કર્યા હતા
મોરબીમાં કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી મુખ્ય ચુંટણી કમિશ્નર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વોટ ચોરીની જે વાતો કરતા હતા તે સાબિત થઇ રહી છે દેશમાં અંદાજે ૯ કરોડથી વધુ મતો કાપી નાખવામાં આવ્યા છે અને ભાજપને મદદરૂપ થવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા SIR પ્રક્રિયામાં અન્ય કમિશ્નરો અને રાજ્ય ચુંટણી અધિકારીઓને અંધારામાં રાખવામાં આવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા કોંગ્રેસે આ મામલે નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારને હોદા પરથી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
ત્રણેય ચુંટણી કમિશ્નરોએ પ્રેસ રીલીઝથી સ્પષ્ટ કર્યું, કોંગ્રેસ જુઠાણું ફેલાવે છે : મેયર
કોંગ્રેસ દ્વારા આવેદન આપી મુખ્ય ચુંટણી કમિશ્નર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા જે મામલે મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ પત્રકાર પરિષદ કરી કોંગ્રેસ પર વળતા પ્રહારો કર્યા હતા કે દેશની સ્વાયત બંધારણીય સંસ્થા ચુંટણી પાંચ સામે એક અખબારમાં છપાયેલા કાલ્પનિક અને તથ્યહીન લેખને આધાર બનાવી રાહુલ ગાંધી સહીત વિપક્ષ બેબુનિયાદ સવાલો ઉઠાવી દેશને ગેરમાર્ગે દોરવાના અને જુઠાણા ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છે મુખ્ય ચુંટણી કમિશ્નર સહીત ત્રણેય ચુંટણી કમિશ્નરોએ સંયુક્ત પ્રેસ રીલીઝ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમત્તિથી લેવામાં આવ્યા છે કોઈ મતભેદ નથી જે સંયુક્ત પ્રેસ નિવેદનથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ જુઠાણાની ફેક્ટરી બની ચુક્યા છે ફેક નેરેટીવ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવા એ જ કોંગ્રેસ અને તેની ઇકો સીસ્ટમનું મુખ્ય કામ બની ગયું હોવાના પ્રહારો મેયર દ્વારા કરવામાં આવ્યા હતા