વાંકાનેરના માટેલ રોડ પર ફેકટરીના પ્રિન્ટીંગ મશીનરીમાં લાગેલી આગ પર ફાયર ટીમે કાબુ મેળવ્યો

 

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર ફેકટરીમાં સવારે આગ લાગી હતી વાંકાનેર શહેર ટીમ પાસે પૂરતા ફાયરના સાધનો ના હોવાથી મોરબીની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો મોરબીથી છેક વાંકાનેર સુધી સિરામિક ફેકટરીઓ આવેલી છે પરંતુ વાંકાનેર પાલિકામાં ફાયર સુવિધા મામલે કોઈ કામગીરી કરાતી નથી અને મોરબીની ટીમોને મદદ માટે દોડવું પડે છે

 

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી બોન્ઝા વિટ્રીફાઈડ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી ફેકટરીના પ્રિન્ટીંગ મશીનરીમાં આગ લાગતા મોરબી ફાયર ટીમને કોલ મળ્યો હતો અને મોરબી ફાયર ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો વાંકાનેર નગરપાલિકા પાસે ઘણા સમયથી ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી અને નામ માત્રનું ફાયર વિભાગ છે મોરબીની ટીમો વાંકાનેર ફાયર ફાયટીંગ કામગીરી કરે છે પરંતુ ક્યારેક મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે મોરબી ટીમો સમયસર પહોંચી શકશે કે કેમ તે મોટો સવાલ છે અને વાંકાનેર પાલિકા તંત્ર ફાયર સુવિધાઓ અંગે આટલી બેદરકારી કેમ દાખવે છે તે મોટો સવાલ છે

 

Leave A Reply

Your email address will not be published.