આંતરજીલ્લા ગેડિયા ગેંગના સાગરિત અને ગુજ્સીટોક આરોપી બિલ્કીશબાનુંને રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધો

સુરેન્દ્રનગરમાં ૨.૫ કરોડના દારૂના સહીત ત્રણ ગુનામાં ફરાર મહિલા આરોપી ઝડપાઈ

 

 

રાજકોટ રેંજ ટીમે આંતરજિલ્લા ગેડીયા ગેંગની સાગરીત તથા GUJCTOC ની આરોપી બિલ્કીશબાનુ જત મલેક સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનના રૂ. ૨.૫ કરોડના ઇંગ્લીશ દારૂના ર ગુન્હા તથા અમદાવાદ ગ્રામ્યના સાણંદ GIDC પોલીસ સ્ટેશનના રૂ. ૮૨ લાખના ઇંગ્લીશ દારૂના ગુન્હાઓ સહિત કુલ ૩ ગુન્હાઓમાં નાસતી-ફરતી મહિલા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ.પી. એન. મોરી, બી. સી. મીયાત્રા, સી. એમ. કાંટેલીયા, એ. વાય. ઉધાસ, પી. સી. સરતેજા તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા હ્યુમનસોર્સથી માહિતી મેળવી જરૂરી વર્કઆઉટ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.

દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાઓ આચરનાર ગેડીયા ગેંગના સાગરીતો ઉપર સને-૨૦૨૦માં GUJCTOC નો ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાના કામે જેલમાં રહી આવેલ મહિલા આરોપી બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક રહે.ગેડીયા તા.પાટડી, સુરેન્દ્રનગર નાઓને સને-૨૦૨૩ માં GUJCTOC ના ગુન્હામાં જામીન મળેલ અને જામીન પર છુટ્યા બાદ ઇંગ્લીશ દારુનો મોટો જથ્થો મંગાવી તેનુ વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલુ રાખેલ અને અમુક ગુન્હાઓમાં નાસતી-ફરતી રહેલ જે આરોપીની જરૂરી માહિતી મળતા મળેલ માહિતીનો રાજકોટ રેન્જની ટીમે જરૂરી ઉંડાણ પુર્વક અભ્યાસ તેમજ વર્કઆઉટ કરી આરોપીની ચોક્કસ હકીકત મેળવેલ અને મળેલ હકીકતના આધારે પો.સ.ઇ.એ.વાય.ઉધાસ,  પી.સી.સરતેજા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, બલદેવસીંઘ મનજીતસીંઘ, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર નાઓ દ્રારા (૧) સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 0025/2026 કલમ 116-B, 65(e), 65-A, 81, 83, 98(2) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪) મુજબ (ર) સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 0107/2026 કલમ 116-B, 65(e), 65-A, 81, 83, 98(2) તથા (૩) અમદાવાદ ગ્રામ્ય સાણંદ GIDC પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 0139/2026 કલમ 116-B, 65(a), 65(e), 81, 83, 98(2) મળી કુલ ૩ ગુન્હાઓમાં નાસતી-ફરતી મહિલા આરોપી બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક રહે.ગેડીયા તા.પાટડી, સુરેન્દ્રનગર નાઓને કમાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી હસ્તગત કરી બજાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી આગળની ઘટીત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

મહિલા આરોપી બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેકને  પકડવા પર બાકી છે તે ગુન્હાઓ

 

ક્રમ        પોલીસ સ્ટેશનનુ નામ અને ગુન્હા નંબર

૧          સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.  11211058260025/2026 કલમ 116-B, 65(e), 65-A, 81, 83, 98(2) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪)

૨          સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 11211058260107/2026 કલમ 116-B, 65(e), 65-A, 81, 83, 98(2)

૩          અમદાવાદ ગ્રામ્ય સાણંદ GIDC પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 11192003260139/2026 કલમ 116-B, 65(a), 65(e), 81, 83, 98(2)

 

મહિલા આરોપી બિલ્કીશબેન હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક                          વિરુધ્ધ અગાઉ દાખલ થયેલ ગુન્હાઓ

 

ક્રમ        પોલીસ સ્ટેશનનુ નામ અને ગુન્હા નંબર

  1. સુરેન્દ્રનગર વઢવાણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 0019/2018 કલમ  379, 114
  2. અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 0059/2016 કલમ  307, 147, 148, 149, 152, 186 તથા Arms Act 25
  3. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 0024/2019 કલમ 379, 114
  4. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 11211058200069/2020 કલમ  379, 114
  5. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 11211058200393/2020 કલમ  413
  6. અમદાવાદ ગ્રામ્ય વિરમગામ રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 0059/2016 કલમ 147, 148, 149, 152, 186, 307
  7. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 11211016200542/2020 GUJCTOC Act- 3(1)(1), 3(1)(2), 3(2), 3(4)
  8. અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ટાઉન પો.સ્ટે. પ્રોહિ.ગુ.ર.નં. 11192061240212/2024 કલમ 116-B, 65(e), 81
  9. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં. 11211058240397/2024 કલમ 116-B, 65(e), 65-A, 81, 83, 98(2)
  10. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. 11211058250191/2025 કલમ 116-B, 65(e), 65-A, 81, 98(2)
  11. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 11211058250352/2025 કલમ 316(2), 318(2), 61(2)
  12. સુરેન્દ્રનગર બજાણા પો.સ્ટે. PASA/0003/2025 તારીખ :25/09/2025,

Leave A Reply

Your email address will not be published.