મોરબીના પરાબજાર મેઇન રોડ પર ત્રિકોણ બાગ પાસે સતત છેલ્લા 20 વર્ષથી ઘર ગણેશ ઉત્સવનું આયોજન : 21માં વર્ષમાં મંગલ પ્રવેશ.

 

મોરબીના પરા બજાર મેઇન રોડ ઉપર મોહિતભાઈ  ભરતભાઈ રાવલ (કાર્તિક) તેમના પરિવાર દ્વારા અંદાજિત સાલ 2006 થી દર વર્ષે ઘર ગણેશ મહા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દુંદાળા દેવ ગણપતિનું આગમન થઈ ચૂક્યું છે ભક્તોના તમામ વિઘ્ન હરનારા વિઘ્નહર્તા સુખ કરતા દુઃખ હરતા લંબોદર વિનાયક શ્રી ગણપતિ ગજાનંદનો ભવ્ય સ્વાગત આગમન અને પૂજન અર્ચન નો સમય આવી ગયો છે.

આજથી ૨૦ વર્ષ પહેલાં જ્યારે મોરબીમાં બહુ જૂજ ગણેશ ઉત્સવનું આયોજન થતું હતું ત્યારના સમયે એટલે કે 2006માં ઘર ગણેશનું આયોજન કરવાની એક નવી પરંપરા નો ઉદય કર્યો હતો મોરબીમાં જે તે સમયે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગણપતિ આયોજનો થતા હતા. શ્રી ગણપતિજીની દયાથી અને તેમના આશીર્વાદથી આ જ અમો 20 વર્ષ પૂરા કરીને 21 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અને સાથે જ કોરોના કાળ જેવા વિપરીત સમયમાં પણ ગણપતિ ઉત્સવનું આયોજન કરવાની પરંપરાને જાળવી રાખી છે.

ગણેશ ઉત્સવ ને આપણે સૌ કોઈ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવીએ છીએ મૂળ મહારાષ્ટ્રનો આન બાન શાન ગણાતો તહેવાર હવે ગુજરાતમાં પણ ધામધૂમ રોનક અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે ત્યારે ગણપતિ પાસે આપણે સૌના સ્વાસ્થ્ય સૌનું કલ્યાણ અને વૈશ્વિક શાંતિની અપેક્ષા રાખીએ અને સૌના સકલ મનોરથ પૂરા કરે તેવી પ્રાર્થના  પણ કરીએ.

લંબોદર દેવ ગણેશજીના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે તેમની ઝીણી આંખો તેમના દુનિયાના કોઈપણ છેડામાં છુપાયેલા ભક્ત ના દુઃખ દર્દ જોઈ શકે છે તેમના મોટા કાન દરેક ભક્તોની વાત સાંભળી શકે છે તેમનું મોટું પેટ હર એક ભક્તોની વાતને પોતાના સુધી પચાવી શકે છે અને તેમના ચાર ભુજાવાળા હાથ તેમના ભક્તોના મદદ કલ્યાણ અને સહાય માટે હંમેશા તત્પર રહે છે.

ગણેશ ઉત્સવ માટેની વધુ માહિતી જાણકારી કે કોઈ પ્રશ્ન માટે મોહિતભાઈ રાવલ (કાર્તિક) નો મો. ન. 7990215099 સંપર્ક કરી શકો છો.

 

Leave A Reply

Your email address will not be published.