વાંકાનેરમાં સગીરા અપહરણ ગુનામાં ફરાર આરોપી ૧૩ મહીને ભોપાલથી ઝડપાયો

 

વાંકાનેર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી નાસી ગયેલો ઇસમ ૧૩ માસથી નાસતો ફરતો હતો જેને એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા ઓલીસ મથકમાં સગીરાનું અપહરણ કરી આરોપી સાગર દેવચંદ વર્મા નામનો ઇસમ ફરાર થયો હતો જે ૧૩ માસથી નાસતો ફરતો ઇસમ હાલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની બાતમી મળતા AHTU ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પીપલાની થાના વિસ્તાર ભોપાલ (એમપી) થી આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યા છે

 

Leave A Reply

Your email address will not be published.