

મોરબીની બજારમાં રૂ ૫,૧૦ અને ૨૦ ના સિક્કાની ભયંકર અછત જોવા મળી રહી છે અને નાની રકમના સિક્કા અને નોટો ના હોવાથી છૂટક વેપાર કરતા વેપારીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ખુલ્લા ના હોવાથી વેપારીને વેપાર ગુમાવવાનો પણ વારો આવતો હોય છે જેથી રોષ ભભૂકી રહ્યો છે
મોરબીમાં વેપારીઓએ રૂ ૫,૧૦ અને ૨૦ ના સિક્કા તેમજ નોટોની અછત હોવાનું જણાવ્યું હતું નાની ચલણી નોટો અને સિક્કા ના હોવાથી વેપારમાં હેરાનગતિનો સામનો કરવો પડે છે બેંક કે બજારમાં રૂ ૫,૧૦ અને ૨૦ ના સિક્કા અને નોટ મળતા નથી જેથી ગ્રાહક થોડો સામાન ખરીદી કરે અને મોટી નોટ આપે તો ખુલ્લા ના હોવાથી વેપાર ખોવાનો વારો આવે છે અને કોઈ એક બે ગ્રાહકને ખુલ્લા આપી દે તો આખો દિવસ ખુલ્લાની તંગી ભોગવવી પડે છે બેંકમાંથી ખુલ્લા મળતા નથી પરંતુ કાળા બજારમાં જોય એટલા મળે છે તો કાળા બજાર કરનાર ક્યાંથી પરચુરણ સિક્કા અને નાની નોટો લાવે છે તેવા સવાલો પણ વેપારીઓએ રોષભેર ઉઠાવ્યા હતા તો પરચુરણ મામલે બેંકો પણ જવાબ આપતી નથી અને વેપારીઓ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે