મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો


મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ૨૦ માસથી નાસતા ફરતા ઈસમને એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી મગન ઉર્ફે ગૌતમ વાઘજી ડાંગર (ઉ.વ.૩૦) રહે જસદણ રાજકોટ વાળો અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા ટીમે અમદાવાદ ખાતેથી આરોપી મગન ડાંગરને ઝડપી લઈને ભોગ બનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યા છે