

ખોખરા હનુમાન રોડ પર ટ્રક અને ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ડમ્પર ચાલકને હાથમાં ટાંકા આવ્યા અને બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
માળિયાના વાડા વિસ્તારના રહેવાસી અક્રમ ફતેહમદ કટિયાએ ટ્રક આરજે ૧૯ જીએચ ૦૩૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકા હનીફભાઈ મહમદભાઈ કટિયા ડમ્પર જીજે ૩૬ એક્સ ૧૨૪૧ ચલાવીને મોરબીના ખોખરા હનુમાન રોડ પરથીં જતા હતા ત્યારે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના કાકા હનીફભાઈ કટિયાના ડમ્પરમાં સામેથી આવી ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં કાકા હનીફભાઈને હાથમાં ઈજા તેમજ બંને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે