મોરબીના લવ એન્ડ લકઝરી સ્પાના મેનેજર વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી

 

લખધીરપુર રોડ પર આવેલ સ્પામાં કામ કરતા વર્કરના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કરનાર સ્પા મેનેજર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપુર રોડ પર આવેલ લવ એન્ડ લકઝરી સ્પામાં ચેકિંગ કર્યું હતું જ્યાં સ્પા મેનેજર જયદીપ દિનેશ ગોહેલ રહે સિરામિક સીટી મોરબી ૨ મૂળ રહે ધોળકા જી અમદાવાદ વાળાએ પોતાના સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહિ કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામાં ભંગ કર્યો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.