



મોરબીના જીકીયાળી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે ૨૩૯૪ ઇન્ફ્લો સામે ૨૩૯૪ આઉટફલો જોવા મળી રહ્યો છે
ડેમના દરવાજા ખોલતા મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ) અને રાપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી એમ કુલ ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે