મોરબી-વાંકાનેર હાઈવે પર બે રાહદારીને ઠોકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર

 

મોરબી વાંકાનેર હાઈવે પર બે યુવાનો પગપાળા ચાલીને જતા હતા ત્યારે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારી બંને યુવાનોને ઈજા પહોંચાડી હતી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા મૂળ ખેરાળી તા. વઢવાણના વતની ઉમેશભાઈ અશોકભાઈ મકવાણા (ઉ.વ.૧૯) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯ જુલાઈના રોજ ફરિયાદી ઉમેશ અને મિત્ર આરીફ બંને મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર શૈલેષ કાંટા પાસે ચાલીને જતા હતા ત્યારે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી ઉમેશને શરીરે છોલછાલ અને આરીફને ડાબા પગના કાંડા પાસે ફ્રેકચર ઈજા કરી પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર અજાણ્યા વાહનચાલકને ઝડપી લેવા કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.