



મોરબીના જેતપર ગામે આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થઇ ગયું છે અને પાર્ટ ૩ સત્યાગ્રહમાં મંગળવારે પદયાત્રા કરીને કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે જે પૂર્વે અગાઉ મંત્રીના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશરમાં રવિવારે તપાસ બાદ આજે ખાણ ખનીજ અને બાળ-મહિલા વિકાસની ટીમો વધુ એક આંદોલનકારીના કારખાને તપાસ અર્થે પહોંચી ગયા છે
જેતપર ખેડૂત આંદોલનમાં સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના કારખાનામાં ટીમોએ તપાસ શરુ કરી છે ફેરોલી જીપ્સિત એલએલપી કારખાનામાં સરકારી ટીમો પહોંચી હતી ખાણ ખનીજ અને મહિલા-બાળ વિકાસ સહિતના વિભાગો કારખાને તપાસ અર્થે પહોંચી ગયા હતા મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ ફેરોલી જીપ્સિત એલએલપી કારખાનામાં ટીમો તપાસ કરી રહી છે
ઉલ્લેખનીય છે કે રવિવારે મંત્રી કાન્તિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના સ્ટોન ક્રશરમાં ખનીજ અને પીજીવીસીએલ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આજે વૈભવ અમૃતિયાના કારખાને તપાસ ચાલી રહી છે જે ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક રાગદ્વેષથી કાર્યવાહી થતી હોય તેની ચાડી ખાય છે કે પછી આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિના કારખાનાઓમાં તપાસનો ક્રમ જોગાનુજોગ સર્જાયો છે તે કહેવું મુશ્કેલ છે