મહેન્દ્રનગર ચોકડીએ બેકાબુ ટ્રક ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયા બાદ કારને ટક્કર મારી

 

મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક ડિવાઈડર પરના ઇલેક્ટ્રિક પોલ તોડી ડીવાઈડર ઠેકાડી કાર સાથે અથડાતા કારનો આગળનો ભાગ અને બોનેટ તેમજ કાચ અને સન રૂફમાં નુકશાન પહોંચતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

મોરબીના ઉમા ટાઉનશીપના રહેવાસી પ્રવીણકુમાર મનસુખભાઈ વઘાસીયા (ઉ.વ.૩૮) વાળાએ ટ્રક જીજે ૧૭ યુયુ ૮૧૭૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ સવારના પોણા બે વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી રોડ પરની ડીવાઈડરનો ઇલેક્ટ્રિક પોલ તોડી ડીવાઈડર ઠેકાડી ટ્રક ફરિયાદીની ટાટા કંપનીની કર્વ કાર જીજે ૩૬ એપી ૪૦૪૬ આગળના ભાગે ભટકાડી હતી જે અકસ્માતમાં ફરિયાદીની કારના આગળનો સંપૂર્ણ ભાગ, બોનેટનો ભાગ અને આગળનો કાચ તેમજ સન રૂફને નુકશાન થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.