


મોરબી શહેરના નંદીઘરમાં ૯ જેટલા નંદીના પીડાદાયક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ સ્થળ પર દોડી ગયા હતા અને નંદીના મૃત્યુ મામલે તપાસ કરી દોષિતો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તેમજ યોગ્ય વ્યવસ્થા નહિ કરાય તો નંદીઓને શહેરમાં છોડી મુકવાની ચીમકી ઉચ્ચારી છે
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નંદીઘરમાં નંદીના મૃત્યુની માહિતી મળતા તેઓ સ્થળ પર ગયા હતા અને નવ નંદીના પીડાદાયક મૃત્યુ થયાનું સામે આવ્યું હતું નંદીઘરમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી મળતું ના હોવાથી નંદીના મૃત્યુ થયાનું પુષ્પરાજસિંહે જણાવ્યું હતું જેથી નંદીના મૃત્યુ મામલે fsl રીપોર્ટ કરાવી મૃત્યુનું સાચું કારણ સામે લાવવું જોઈએ અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો નંદી માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા નહિ કરવામાં આવે તો નંદીઘરના તમામ નંદીઓને છોડી શહેરમાં ખુલ્લા મુકવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે
તપાસ કરી યોગ્ય પગલા ભરવામાં આવશે : ડેપ્યુટી કમિશ્નર
જે મામલે ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું છે કે મહાનગરપાલિકા બન્યા બાદ ancd શાખાની રચના કરવામાં આવી છે અને વર્ષ ૨૦૨૫ માં કોર્પોરેશન દ્વારા ૨૦૦૦ થી વધુ નંદી અને ગાયોને પકડી ગૌશાળા તેમજ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા બાદમાં અનેક ગૌશાળાએ નંદી ના સ્વીકારવાની રજૂઆત કરી હતી હાલ નંદીઘરનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે નંદીઘરની વ્યવસ્થા પશુબા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાંભળી રહી છે હાલ નંદીના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી તપાસ કરાવ્યા બાદ એજન્સી દોષિત જણાશે તો એક્શન લેવામાં આવશે તેમ જણાવ્યું હતું




