યુદ્ધની અસર મોરબીના ઉદ્યોગો પર પડી, પેકેજીંગ ઉદ્યોગે ભાવવધારો જાહેર કર્યો

 

ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મોરબીના ઉદ્યોગો પર પડી રહી છે મોરબી સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટી અને શીપ ભાડામાં અસહ્ય વધારાને કારણે બંધ થવાની કગાર પર છે તો આવી જ સ્થિતિ પેપરમિલ ઉદ્યોગની થવા પામી છે જે યુદ્ધની અસરથી પેકેજીંગ ઉદ્યોગ પણ બચી શક્યો નથી અને પેકેજીંગ એસો દ્વારા બોક્સના ભાવમાં ૮ થી ૧૦ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે

 

મોરબી પેકેજીંગ એસો પ્રમુખ પાર્થભાઈ બારૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીમાં ૪૨ ઓટો અને ૧૫૦ મેન્યુઅલ મળીને કુલ ૧૯૨ પેકેજીંગ યુનિટ કાર્યરત છે જે ઉદ્યોગમાં તૈયાર થતા બોક્સ મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા હોય છે હાલ સિરામિક ઉદ્યોગ ગેસ કટોકટીને કારણે બંધ થઇ રહ્યા છે જેની સીધી અસર પેકેજીંગ ઉદ્યોગ પર પડી રહી છે તેમજ રો મટીરીયલ્સની અછતને પગલે ભાવવધારો કરવો અનિવાર્ય બન્યો છે પેકેજીંગ ઉદ્યોગે હાલ ૮ થી ૧૦ ટકા જેટલો બોક્સના ભાવમાં વધારો જાહેર કર્યો છે એટલું જ નહિ સિરામિક ઉદ્યોગમાં જ તમામ માલ વપરાય છે અને સિરામિક એકમો બંધ થશે તો પેકેજીંગ ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઇ જશે

 

Leave A Reply

Your email address will not be published.