

શહેરના શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળે બાલ્કનીમાં ફસાયેલા મહિલાનું મોરબી ફાયર ટીમે સફળ રેક્સ્યું કર્યું હતું અને મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો
મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર સામેની શેરીમાં આવેલ આસ્થા A ના રહેવાસી નીતાબેન ભરતભાઈ જોશી (ઉ.વ.૫૨) નામના મહિલા બાલ્કનીમાં ફસાયા હતા અને મોરબી ફાયર ટીમને કોલ મળતા રાત્રીના ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી સીડી સહિતના સાધનોની મદદથી મહિલાનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લેવામાં સફળતા મળી હતી






