

મોરબી શહેરમાં સોની સમાજના જતીનભાઈ આડેસરા (ઉ.વ.૩૩) નું દુખદ અવસાન થતા સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે અને આજે સાંજે કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. જતીનભાઈનું બેસણું આજે સાંજે ૬ કલાકે યોજાશે અને બેસણા સ્થળ સિદ્ધિ વિનાયક હોલ, સત્યમપાન વાળી શેરી, મોરબી ખાતેથી સાંજે ૬ કલાકે કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજવામાં આવશે જે ઘટનાસ્થળ રંગોળી આઈસ્ક્રીમ, સરદાર બાગ નજીક પૂર્ણ કરવામાં આવશે


