માળિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર થતા ગેસ કટિંગ પર પોલીસની કાર્યવાહી


મોરબી જીલ્લામાં અનાધિકૃત રીતે ગેસ કટિંગ કરવામાં આવતું હોવાના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ફરી એક વખત મોરબી માળિયા હાઈવે પર પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં ગેસ કટિંગ કરવામાં આવતું હોવાથી એલસીબી ટીમે દરોડા પાડીને ૫૬ લાખથી વધુના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાના વીર વિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં અમુક ઇસમો દ્વારા ટેન્કરમાંથી ગેસ કટિંગ કરી ગેસનો જથ્થો સીલીન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવુતિ કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી ગેસ ભરેલ ટેન્કર જીજે ૧૨ એયુ ૬૭૭૧ ગેસના જથ્થા સહિતની કુલ કીમત રૂ.૫૧,૦૨,૧૯૬, ગેસ ભરેલા સીલીન્ડર નંગ ૧૨ બાટલા સહીત કીમત રૂ.૨૯,૨૮૦, બોલેરો ગાડી જીજે ૧૬ ઝેડ ૩૨૩૦ કીમત રૂ.૫,૦૦,૦૦૦, ગેસના ખાલી સીલીન્ડર નંગ ૮ કીમત રૂ.૪૦૦૦, મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦, ઇલેક્ટ્રિક વજનકાંટો, રબ્બરની વાલ્વવાળી નળી નંગ ૪, ખાલી વાલ્વ નંગ ૪ અને અન્ય સાધનો મળીને કુલ મુદામાલ કીમત રૂ.૫૬,૪૦,૧૦૬ કબજે કરી આરોપી સાજન સરિફખાન પઠાણ રહે-પરંપરા હોટલ વીરવીદરકા વાળાને ઝડપી પાડી ટેન્કર,બોલેરો પીકઅપ અને બોલેરો ગાડીના ચાલક સહિતનાની શોધખોળ હાથ ધરી છે