મોરબીની ત્રાજપર ચોકડીએ સામું જોવા બાબતે છરીના ઘા ઝીંકી ઈજા

            સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસે એક ઇસમેં સામું જોવા બાબતે બોલાચાલી કરી છરી વડે માથા અને હાથના ભાગે ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

            મોરબીના ત્રાજપરના રહેવાસી કિશન બેચર પાટડીયા (ઉ.વ.25) નામના યુવાને આરોપી વિક્રમ ઉર્ફે છનો ગોરધન સેલાણીયા રહે ત્રાજપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રોજ આરોપી વિક્રમે ત્રાજપર ચોકડી પાસે ફરિયાદી કિશનને સામું જોવા બાબતે ગાળો આપી છરી વડે માથા તેમજ હાથમાં અને આંખ ઉપરના ભાગે ઈજા પહોંચાડી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.