

ટીંબડી ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં રેડ કરી પોલીસે ૧૯૧ બોટલ દારૂ અને ૨૪ નંગ બીયર સહીત ૪૯ હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ટીંબડી ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં રેડ કરી હતી જ્યાં આરોપી અંકુર રમેશ ગણેશીયા રહે ગણેશનગર ટીંબડી વાળો આરોપી રાજુભાઈ ઉડેચા પાસેથી દારૂનો જથ્થો મંગાવી ખેતરની ઓરડીમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૯૧ અને બીયર નંગ ૨૪ મળીને કુલ રૂ ૪૯,૬૪૩ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી અંકુર ગણેશીયાને ઝડપી લીધો છે અન્ય આરોપી રાજુભાઈ ઉડેચા રહે રાણેકપર તા. હળવદ વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે