


હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે દુકાન પાસેથી યુવાનનો ૨૦ હજારની કિમતનો મોબાઈલ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
નવા ઘનશ્યામગઢ ગામના રહેવાસી હર્ષદભાઈ કાનજીભાઈ લોરિયા (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીનો ભત્રીજાનો વિવો કંપનીનો મોબાઈલ કીમત રૂ ૨૦ હજાર વાળો ગત તા. ૨૨ ના રોજ ઘનશ્યામગઢ ગામે ટીકર રોડ પર આવેલ દુકાન પાસેથી અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે