મોરબી સહીત જીલ્લામાં દરેક સ્થળોએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

 

હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી શહેર અને જીલ્લામાં મોડી સાંજના સમયે ધોધમાર વરસાદ શરુ થયો હતો ભારે પવન અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ શરુ થયો હતો

 

સાંજે આઠ વાગ્યાના અરસામાં મોરબી શહેર ઉપરાંત વાંકાનેર, હળવદ અને ટંકારા પંથકમાં વરસાદ શરુ થયો હતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી સાંજના સમયે ઓફીસ અને કામધંધાના સ્થળેથી ઘરે જતા નાગરિકો માટે અવરોધ સર્જાયો હતો તો વરસાદને પગલે મોરબી શેહરના રસ્તા પાણી પાણી થયા હતા

Leave A Reply

Your email address will not be published.