મોરબી ગીતાજંલી વિધાલય ખાતે ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષા યોજાઈ

 

આજ રોજ ગીતાંજલી વિદ્યાલય ખાતે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. શાળા દ્રારા અગાઉ રજીસ્ટ્રેશન માટે લીંક બનાવી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ, આ પરીક્ષા ધોરણ 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે હતી, જેમા 100 માર્કસના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવેલ હતા.

 

ખાસ તો આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક સ્કોલરશીપની વ્યવસ્થા કરેલ છે તથા વિદ્યાર્થી આ પરીક્ષા દ્રારા એક સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ મેળવી શકે. તારીખ : 21/04/2024 ના રોજ આ પરીક્ષામાં તમામ ધોરણના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી એક ઉમદા અનુભવ કેળવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.