

મોરબીના રાજપર ગામે ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ ઉદાર હાથે દાન કરીને ૨૬ લાખનો ફાળો એકત્ર કરી આપો હતો. મોરબીના રાજપર ગામે પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય નાટક રામલો ભજવવામાં આવ્યા હતા. રાજપર ગામની ગૌશાળામાં ૧૨૫ ગાયોનો નિભાવ કરવામાં આવે છે જેમાંથી ૭૫ ગાયો ગ્રામજનોએ દત્તક લીધી છે. ગ્રામજનો દ્વારા આ ગાયોને હુલામણા નામો આપી સેવાચાકરી કરવામાં આવે છે. રાજપર ગામના યુવાનો ઢોલ ત્રાંસા વગાડીને ગાયો માટે ફાળો એકત્ર કરે છે. રાજપર ગામમાં યોજાયેલા નાટકમાં માત્ર ચાર કલાકમાં જ દાનનો ધોધ વરસ્યો હતો અને ૨૬ લાખની રકમ એકત્ર કરવામાં આવી હાતી. અમારી ગાયો કદી કતલખાને નહિ જાય તેવા સંક્લ્પ સાથે ગ્રામજનો ગાયોની સેવા ચાકરી કરી રહ્યા છે.