દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું આયોજન

રુદ્ર ગ્રુપ તથા દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરેલ છે. દશનામ ગોસ્વામી સમાજ માટે તા. ૦૭-૧૦-૧૭ ને શનિવારના રોજ રાત્રીના ૯ થી ૧૨ કલાકે વાવડી રોડ, ઉમિયા પાર્ક પાસે મોરબી ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ ગરબાનું સુંદર આયોજન કરેલ છે. જેમાં રીટા ગોસ્વામી, જ્યોતિ ગોસ્વામી અને કૈલાશપરી ગોસ્વામી સહિતના ગાયક કલાકારો, સાજીંદા હિતેશ ગોસ્વામી અને નિકુંજ ગોસ્વામી તેમજ સાઉન્ડ મહેશ પર્વત અને ગુરુકૃપા સાઉન્ડના સથવારે રાસ ગરબાની રમઝટ જામશે. જેમાં જ્ઞાતિજનોએ રાસ ગરબા રમવા માટે ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને આવવા માટે તેમજ વધુ માહિતી માટે અમિતગીરી, તેજસગીરી, નીતેશગીરી, કીર્તીગીરી અને પંકજગીરી અથવા શિવ ડીજીટલ જુના મહાજન ચોક મોરબી ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat