વીજ બચતની પ્રેરણા, શિશુમંદિર શાળામાં સોલાર સીસ્ટમ કાર્યરત

મોરબીની સરસ્વતી શિશુ મંદિર શાળા સામાજિક પ્રેરણાદાયી કાર્યક્રમો યોજે છે જેમાં તાજેતરમાં બાળકોને બાલ્યાવસ્થાથી જ વીજળીની બચતની પ્રેરણા આપી સકાય તેવા હેતુથી શાળામાં ૭.૫૦ લાખના ખર્ચે સોલાર સીસ્ટમ વસાવવામાં આવી છે જેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ઉર્જા બચતના શુભ આશયથી શાળાને સોલાર સીસ્ટમ અપનાવી છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સરસ્વતી શિશુમંદિર શાળાના પ્રેરણાદાયી કાર્યક્રમમાં એસપી જયપાલસિંહ રાઠોડ, ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટ, આરએસએસ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, જયંતીભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં બાળકોને વીજ બચતની પ્રેરણા મળી રહે તેવા ઉદેશથી સોલાર ઉર્જા સીસ્ટમ અપનાવવામાં આવી છે જેના માટે ૭.૫૦ લાખનો ખર્ચ થયો છે. જે આગામી પાંચ વર્ષમાં જ વસુલ થશે અને ત્યારબાદ સોલાર પ્લાન્ટનું ૨૫ વર્ષના આયુષ્યને પગલે આગામી ૨૦ વર્ષ સુધી સંસ્થાને મફત વીજળી મળી રહેશે. ઉર્જા બચત અભિયાનને આગળ ધપાવવા ઉપરાંત બાળકોને વીજળીની બચતનો સંદેશ આપવમાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat