

ગુજરાતમાં અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનો પગ પેસારો કરી રહી છે ગામડાઓમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી સાથે કાર્યકરો જોડાય રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે
મોરબી તાલુકાના આંદરણા ગામમાં સરપંચ નિતેશભાઈ ચાવડા અને ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયા સહીત ૨૦૦ યુવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે આંદરણા ગામમાં ભાજપ તરફી મતદાન થતું હોવાનું ગામના અગ્રણીઓ જણાવી રહ્યા છે જોકે હવે ભાજપથી મોહ ભંગ થતો હોય તેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ૨૦૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આપ નેતાઓ પોતાનું સંગઠન મજબુત બનાવી રહ્યા છે




