મોરબી જીલ્લામાં વહીવટી તંત્રની આકસ્મિક તપાસમાં ૧૨ ગુટલીબાજ કર્મચારી ઝપટે ચડ્યા

 

મોરબી જિલ્લામાં વહીવટી તંત્ર વધુ ગતિશીલ, પારદર્શક અને લોકોની સેવામાં સજ્જ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ ૧૭ જેટલી સરકારી કચેરીઓની આકસ્મિક તપાસ કરી વહીવટી શિસ્ત અને કર્મચારીઓની હાજરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તથા સેવાઓનો લાભ નિયત સમયમાં મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

 

આ આકસ્મિક તપાસ દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ, રેન્જ ફોરેસ્ટ કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેર ક્ષાર અંકુશ પેટા વિભાગ-૧, મચ્છુ-૩ બાંધકામ પેટા વિભાગ-૩, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, શ્રમ અને રોજગાર, સીટી સર્વે કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરી, જી.એસ.ટી. કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નાયબ બાગાયત કચેરી, ફીશરીઝ કચેરી, સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ-૬/૧, નાયબ ખેતી નિયામક કચેરી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (યાંત્રિક) તેમજ જળ સિંચન પેટા વિભાગમાં કર્મચારીઓની હાજરી બાબતે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તમામ કચેરીઓ મળી કુલ ૧૨ જેટલા કર્મચારી ગેરહાજર નોંધાયા હતા. કચેરીમાં કર્મચારીઓની ગેરહાજરી અને અનિયમિતતાની બાબત કલેક્ટરએ ધ્યાને લઈ આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા સબંધિત કચેરીના વડાઓને કડક સૂચના આપી હતી.

 

Leave A Reply

Your email address will not be published.