મોરબીમાં નિશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ

શરીર નીરોગી રહે માટે યોગ ઉપયોગી

વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા તા. ૬ થી તા. ૧૩ સુધી કન્યા છાત્રાલય કેમ્પસ, શનાળા રોડ મોરબી ખાતે દરરોજ સવારના પાંચથી સાત કલાક સુધી નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિબિર પ્રશિક્ષક યોગાચાર્ય રામસિંહ યાદવ ઉપસ્થિત રહીને યોગ અંગે માહિતી પૂરી પાડી રહ્યા છે.સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ ઝુંબેશ અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોજ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યોગ દ્વારા રોગ કેમ દુર થાય, સ્વસ્થ મન અને સર્વાંગી વિકાસ કરવા સહિતની પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. શનિવારથી શિબિરનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ શિબિરમાં કોઈપણ ભાઈઓ અને બહેનો વિનામૂલ્યે ભાગ લઇ સકે છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat