

મોરબીના લક્ષ્મીનગર બાયપાસ ઓવરબ્રીજ પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોટીવાવડી રાજકોટનાં રહેવાસી પ્રિતકુમાર નંદલાલ ભાલોડીયા ઉ.વ.-૨૭ નામના યુવાનનું લક્ષ્મીનગર બાયપાસ ઓવરબ્રીજ પાસે વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

