ટ્રાવેલ્સ સંચાલકને ૪ શખ્સોએ કેમ આપી જાનથી મારી નાખવાની ધમકી ?

મોરબીના ટ્રાવેલ્સના માલિક સાથે પાર્સલ મોકલવા બાબતે ૪ શખ્સોએ બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાય છે.

મૂળ અમદાવાદ અને હાલ મોરબી-ઘુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સીમાં રહેતા તિલકેશભાઈ કનુભાઈ પંચાલ (ઉ.૩૦)એ ટ્રાવેલ્સનો ધંધો કરતા હોય ગઈકાલના બપોરના સમયે તે લાલપર ગામે આવેલ શતાબ્દી ટ્રાવેલ્સએ પોતાની ઓફિસે હોય દરમિયાન ઈકબાલ મહમદભાઈ બગડા રહે-કાંતિનગર, પ્રતિકભાઈ ગઢવી રહે-સો ઓરડી, ઇકબાલ હાજીભાઇ પલેજા રહે-સો ઓરડી અને સોયબ રહેમાનભાઈ જેણેજા રહે-કાંતિનગર વાળા શતાબ્દી ટ્રાવેલ્સની ઓફિસે વડોદરા પાર્સલ મોકલતા હોય તે પાર્સલ મોકલવા બાબતે ઇકબાલ સહિતના ત્રણેય આરોપીઓએ બોલાચાલી કરીને તિલકેશભાઈને ગાળી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat