


મોરબીમાં રામોજી ફાર્મ ખાતે યોજાઈ રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન રાત્રે 9 થી 12 વાગ્યા સુધી યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ચાલી રહેલી જાણીતા શિવકથાકાર ડો.લંકેશબાપુની શિવ કથાના છેલ્લા દિવસે તારીખ 31 માર્ચને શનિવારે રાત્રે કથાના સમાપન બાદ કથામાં હાજર તમામ ભાવિકોને પ્રસાદરૂપે કથાકાર લંકેશબાપુ તરફથી એક રુદ્રાક્ષ આપવામાં આવશે. આ પવિત્ર રુદ્રાક્ષના પ્રસાદનો લાભ લેવા મોરબીની ધર્મ પ્રેમી જનતાને આજે રાત્રે 9.00 વાગ્યે કથામાં હાજર રહેવા જાહેર આમંત્રણ પાઠવીએ છીએ.

