હળવદના માલણીયાદ ગામ નજીક દેશી બનાવટની બંદુક સાથે એક ઝડપાયો

 

હળવદ તાલુકાના માલણીયાદ અને કીડી ગામ વચ્ચે આવેલ પુલ નીચે એક યુવાન શંકાસ્પદ હાલતમાં મળી આવતા હળવદ પોલીસે પુછપરછ કરતાં તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક મળી આવતાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના અને હળવદ પોલીસ મથકના પી.આઈ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ના મહેશભાઈ બાલાસરા, ઈશ્વરભાઈ રબારી હળવદના માલણીયાદ અને કીડી વીસ્તાર મા પ્રેટોલીંગમાં હોય દરમિયાન માલણીયાદ ગામે આવેલ પુલ નીચે નિતેશ કાનજી કોળી (ઉ.૩૦)  રહે કીડી વાળાને શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને રોકી પુછપરછ હાથ ધરાતા આરોપી નિતેષ પાસેથી પરમિટ વગરની દેશી બનાવટની બંદુક કિંમત રૂ.૫૦૦૦ હજાર મળી આવતાં હળવદ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat