


વાંકાનેરમાં પરણીને સાસરે આવેલી પરિણીતાને ઘરકામ બાબતે પતિ અને સાસુ સસરા મ્હેણાં ટોણા મારી પરિણીતાને ત્રાસ ગુજરારવામાં આવ્યો હોય જે મામલે ત્રણેય વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
વાંકાનેરના દિગ્વિજયનગરના રહેવાસી કિંજલબેન અરૂણભાઈ સોલંકી એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ અરુણભાઈ સોલંકી, સસરા મનસુખભાઈ ખાનાભાઇ સોલંકી અને સાસુ દિવાળીબેન મનસુખભાઈ સોલંકી રહે ત્રણેય હાલ મોરબી લાલબાગ સરકારી વસાહતવાળાએ ફરિયાદીને કામકાજ બાબતે અવારનવાર ઝઘડો કરીને માર મારી મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાનું જણાવ્યું છે. મહિલા અત્યાચાર અંગે મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

