

રાજ્યમાં તા. ૧૮ થી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈને ખેડૂતોના હિતમાં મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા ઘઉંની આવક બંધ કરવામાં આવી છે
મોરબી માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવ્યા અનુસાર તા. ૧૮ માર્ચથી નવી જાહેરાત કરવામાં ના આવે ત્યાં સુધી ઘઉંની આવક બંધ કરવામાં આવી છે તેમજ અન્ય જણસીઓ શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ થશે બાકી ઉભા વાહનની હરાજી લેવામાં આવશે ખેડૂતોએ પોતાનું વાહન તાલપત્રી ઢાંકીને લાવવું અન્ય જણસીઓની ઉતરાઈ સાંજે ૪ વાગ્યા પછી ઉતરાઈ કરવામાં દેવામાં આવશે ઘઉંની આવક બધ કરવામાં આવી છે અને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આવક બંધ રહેશે જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલ ભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે

