ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ : માળિયાના નવલખી હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો

વર્ષામેડી અને ન્યુ નવલખીના ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

 

 

આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ છેવાડાના વિસ્તારો પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી ભોગવી રહ્યા છે આવી જ સ્થિતિ મોરબી જીલ્લામાં આવેલા માળિયા (મી.) તાલુકાની છે આર્થિક રીતે સમૃદ્ધ મોરબી જીલ્લાનો માળિયા તાલુકો આજે પણ પછાત છે જ્યાં બે ગામના લોકોએ પાણી પ્રશ્ને આજે રસ્તા રોકો આંદોલન છેડી દીધું હતું

 

માળિયા તાલુકાના વર્ષામેડી અને ન્યુ નવલખી ગામમાં પીવાનું પાણી મળતું નથી પાણી મામલે આજે ગ્રામજનોની ધીરજ ખૂટી જતા નવલખી હાઈવે રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેવાડે આવેલા વર્ષામેડી અને ન્યુ નવલખી ગામો સુધી પાણી પહોંચતું જ નથી જે મામલે અગાઉ પણ પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે જોકે રજૂઆત બહેરા તંત્રના કાને પહોંચતી નથી જેથી આજે ગ્રામજનોએ રોડ ચક્કાજામ કરી માંગણી પૂરી કરવા માંગ કરી હતી ગ્રામજનોએ રોડ બંધ કરતા વાહનો થંભી ગયા હતા અને તંત્રની ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.