વાંકાનેર: રાજાવડલા ગામની સીમ પાસે દેશીદારૂની ભઠ્ઠી ચલાવતો ઈસમ ઝડપાયો

વાંકાનેરમાં રાજાવડલા ગામની સીમ પાસે ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડીને દેશીદારૂની ભઠ્ઠી ચલાવતા એક ઈસમની ધરપકડ કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજાવડલા ગામની સીમ લીંબાળા ગામમા જવાના કાચા રસ્તે નાલા પાસે ગામડા પાસે વાંકાનેર સીટી પોલીસની ટીમે પોલીસે રેઇડ ચલાવી હતી. જ્યાં આરોપી જેરામભાઈ રાણાભાઈ સોલંકી ગે.કા.રીતે ગરમ દારૂ લીટર-૨ કી રૂ-૪૦/ તથા દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦/- તથા ગરમ આથો લીટર-૧૫ કી.રૂ-૩૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ-૧૦૦/ મળી કુલ રૂપીયા-૨૭૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો.

આ મુદ્દે વાંકાનેર સીટી પોલીસે પ્રોહી કલમ-૬૫ બી,સી,ડી.ઇ,એફ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat