વાંકાનેરમાં પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ 

 

વાંકાનેર શહેરની રહેવાસી ૨૯ વર્ષની પરિણીતાને પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોય જે બનાવ મામલે વાંકાનેર સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના વિસીપરામાં રહેતી હેતલબેન વિશાલભાઈ બાવરવા (ઉ.વ.૨૯) નામની પરિણીતાને પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા માઠું લાગતા પરિણીતાએ પોતાના ઘરે લોખંડ એન્ગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો દરમિયાન પતિ કામેથી ઘરે આવતા પત્નીને નીચે ઉતારી વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પરિણીતાને રાજકોટ ખસેડવામાં આવી હતી અને ભોગ બનનાર હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ભોગ બનનાર પરિણીતાનો લગ્નગાળો સાડા ચાર વર્ષનો હોય અને સંતાનમાં બે દીકરા હોવાનું પોલીસે જણાવ્યું હતું વાંકાનેર સીટી પોલીસે આપઘાતના પ્રયાસના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat