હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાર મોરબી નજીક પલટી મારી ગઈ

કારમાં સવાર ચીફ ઓફિસર સહિતનાઓનો આબાદ બચાવ

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર આજે પોતાની સરકારી કારમાં રાજકોટ તરફ જતા હોય ત્યારે મોરબી નજીક હાઈવે પર કારને અકસ્માત નડ્યો હતો જેમાં કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી

 

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાચાભાઇ માળી રાજકોટ મીટીંગ અર્થે જવા નીકળ્યા હતા અને મોરબી નજીક અજંતા કંપની પાસે તેમની કાર પહોંચી ત્યારે કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી કારમાં ચીફ ઓફિસર સહિતના ત્રણ વ્યક્તિઓ સવાર હતા જે તમામ ત્રણ વ્યક્તિની આબાદ બચાવ થયો છે જોકે અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તે સ્પષ્ટ નથી પરંતુ હાલ ચીફ ઓફિસર સહિતનાઓનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કાર પલટી મારી જતા કારમાં નુકશાન થવા પામ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat