વાંકાનેર : કારમાં બંદુક અને જીવતા કાર્ટીસ લઈને નીકળેલો ઇસમ જાલી ગામ પાસેથી ઝડપાયો

કારમાંથી બંદુક મળી આવતા કારચાલકને ઝડપી લેવાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમે જાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી કારમાંથી બંદુક મળી આવતા કારચાલકને ઝડપી લઈને બંદુક સહિતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સુચનાથી પીઆઈ બી જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી કાર પસાર થવાની હોય જેમાં એક ઇસમ બંદુક સાથે પસાર થવાનો છે અને કોઈ ગુન્હો કરવાની પેરવીમાં હોય તેવી બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને કાર જીજે ૦૩ આઈસી ૫૫૪૪ વાળી પસાર થતા રોકીને કારચાલક શૈલેશ રાજાભાઈ શિહોરા રહે કોરડા તા. ચુડા સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈને કારમાંથી ગેરકાયદેસર લાયસન્સ વિનાની દેશી બારબોરનું હાથ બનાવટની બંદુક અને બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે મુદામાલ કબજે લીધો છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

જે કામગીરીમાં વાંકાનેર સીટી પીએસઆઈ બી ડી જાડેજા, હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, અરવિંદભાઈ ધીરજભાઈ, દિવ્યરાજસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, અજીતભાઈ સોલંકી સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat