મોરબીના બગથળા-થોરાળામાં હાર્દિક પટેલના સમર્થનમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

મહિલાઓએ થાળી-વેલણ વગાડ્યા અને વડીલોએ મુંડન કરાવ્યા

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ગત તા. ૨૫ ઓગસ્ટથી ઉપવાસ આંદોલન શરુ કર્યા બાદ તેને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે જેમાં મોરબી જીલ્લાના વિવિધ ગામોમાં હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે

 

મોરબી જીલ્લાના વિવિધ ગામોમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા હાર્દિકને સમર્થન આપવામાં આવી રહ્યું છે જેમાં શનાળા ગામની મહિલાઓએ ચક્કાજામ કરીને અનામત આંદોલનને સમર્થન પૂરું પાડ્યું હતું તે ઉપરાંત કલ્યાણપર ગામે યજ્ઞ કરીને હાર્દિકને સમર્થન આપવામાં આવ્યું હતું તો બગથળા ગામ, દેરાળા સહિતના ગામોમાં પ્રતિક ઉપવાસ અને રામધુન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

 

માળિયાના સરવડ ગામે પીએમને પોસ્ટકાર્ડ લખીને હાર્દિકને સમર્થન આપવામાં આવ્યું હતું જયારે મોરબીના થોરાળા ગામે યુવાનોએ મુંડન કરાવીને આંદોલનને વેગ પૂરો પાડ્યો છે હાર્દિકના ઉપવાસ આંદોલન બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે અને ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

 

 

Comments
Loading...
WhatsApp chat