



ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યો નથી અને જગતનો તાત ચિંતાતુર બન્યો છે ત્યારે મોરબીના વાઘપર ગામ સમસ્ત દ્વારા મેઘરાજાને મનાવવા પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના વાઘપર ગામે વરુણદેવને રીઝવવા આજે પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘપર ગામ સમસ્ત દ્વારા આયોજિત યજ્ઞમાં શાસ્ત્રી કૌશિકભાઈ વ્યાસ દ્વારા યજ્ઞ કરાવાયો હતો તો યજ્ઞ મહોત્સવને સફળ બનાવવા ગામના સરપંચ કેશવજી કડીવાર તેમજ સમસ્ત ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી અને સમસ્ત ગામ યજ્ઞમાં જોડાયું હતું



