

મોરબી શહેર તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩ નવાડેલા રોડ મોરબી ખાતે કેમ્પ નં ૧૯૬ આગામી શનિવાર અને રવિવારે યોજાશે
મોરબીની ડી સી મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ૩ નવાડેલા રોડ મોરબી ખાતે તા. ૧૫ ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાક તેમજ તા. ૧૬ ને રવિવારે સવારે 9 થી બપોરે ૧૨ કાલક સુધી વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે
કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડીસ્પેન્સરીના મેનેજર મયુરભાઈ વોરા મો ૯૫૩૭૦ ૯૯૨૧૯ પર અગાઉથી નોંધાવી જવા તેમજ તપાસ કરાવવા આવો ત્યારે કેસ પેપર્સ સાથે લાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે

