

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલા કુલીનગરમાં આજે બપોરના સુમારે ઓચિંતી આગ લાગી હતી. મકાનના માલિક મુકુન્દભાઈ દેગામાંના મકાનની બહારની ઓરડીમાં તેઓ સોપારી કટિંગનું કામ કરતા હોય જે ઓરડીમાં આજે આગ લાગતા તુરંત ફાયરની ટીમને બોલાવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ઓરડીમાં રહેલા બે બાઈક બળીને ખાખ થયા હતા તેમજ સોપારી કટિંગ મશીનને નુકશાની પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. આગ શોટ સર્કીટને કારણે લાગી હોય તેમ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હોવાનું બી ડીવીઝન પોલીસના મનસુખભાઈ દાફડાએ જણાવ્યું હતું.