મોરબીમાં પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ

માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવલા નોરતા આવી પહોંચ્યા છે. આવતીકાલથી શહેરના દરબારગઢ, ગેસ્ટ હાઉસ રોડ, સામાકાંઠે, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પ્રાચીન ગરબીમાં બાળાઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરશે જયારે પ્રાચીન ગરબીઓ સાથે અર્વાચીન રાસ ગરબાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે જેમાં મોરબીમાં એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ સ્થળે વિશાળ પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામશે. રવાપર ગામે ન્યુ એરા સ્કૂલનીબજુમાં આવેલા રામેશ્વર ફાર્મ ખાતે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત શનાળા ગામ નજીક થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન ગુરુકૃપા ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે જયારે શનાળા બાયપાસ નજીક ક્રિષ્ના ઉત્સવ મેળા ગ્રાઉન્ડ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જે વિવિધ પાર્ટી પ્લોટમાં બાળકો, યુવાનો અને વડીલો સહિતના ગરબે ઘુમીને માતાજીની ભક્તિમાં તલ્લીન થશે. મોરબીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીનો સુંદર સંગમ સર્જાય છે. પ્રાચીન ગરબીની રોનક હજુ યથાવત છે તો યુવાનોને પાર્ટી પ્લોટના અર્વાચીન ગરબા પ્રભાવિત કરી રહ્યા છે. વિવિધ ટ્રેડીશનલ ડ્રેસીસ ભાડે મેળવવા માટે યુવાનો દોડધામ કરતા પણ જોવા મળી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat