ભાવાંતર યોજનાંની માંગ સાથે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલથી હડતાલ, VIDEO

ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળી સકે તે માટે ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ અને વેપારીઓ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ ગુરુવારે બંધ રહ્યા હતા તો આવતીકાલથી મોરબી માર્કેટિંગ યાર્ડ પણ જોડાશે ત્યારે આજે મોરબી માર્કેટિંગ યાર્ડના કમીશન એજન્ટ એસોના પ્રમુખ રજનીકાંતભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે આજથી નવી ખરીદી બંધ કરી છે જોકે ખેડૂતોનો જે પેન્ડીંગ માલ હોય તે ખેડૂતોના હિતમાં નિકાલ કરી રહ્યા છે અને ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ મળે તે માટે કમીશન એજન્ટ એસોએ ટેકો જાહેર કર્યો છે અને આવતીકાલથી મોરબી માર્કેટિંગ યાર્ડ પણ બંધ પાળશે તો ખેડૂત જણાવી રહ્યા છે જે ભાવાંતર યોજના લાગુ પડે તો ખેડૂતોને થોડી રાહત મળી સકે અને ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય કરે તેવી માંગ કરી હતી

જુઓ વિડીયો….

Comments
Loading...
WhatsApp chat