સ્ત્રીઓએ સુંદરતા નિખારવા શું કરવું, સખી કલબના સેમિનારમાં મળી મહત્વની ટીપ્સ…

મહિલાઓ, યુવતીની શણગારથી શોભા વધે છે ત્યારે મોરબીમાં સખી કલબ દ્વારા યુવતીઓ મહિલાઓને બ્યુટી પાર્લર જવાને બદલે જાતે મેકઅપ કેવી રીતે કરવો, હેર કેર કેમ કરવી તે વિષે માર્ગદશન મળી રહે તે માટે રવાપર રોડ પર આવેલ ઉમા હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમ લંડનમાં ટ્રેનિંગ મેળવનાર મૂળ રાજકોટના બ્યુટીશ્યન દ્વારા અલગ-અલગ મેકઅપની માહિતી આપવામાં આવી હતી.

સખી કલબ દ્વારા મોરબીમાં આ પ્રથમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમીનારનો મુખ્ય હેતુ પર્સનલ ગુર્મિંગનો હતો.જેમાં જાતે મેકઅપ, હેર સ્ટીલ, હેર અને સ્કીનની કેર કેવી રીતે કરવી જેવી માહિતી આ સેમિનારમાં આપવામાં આવી હતી.તેમજ વાતવરણમાં ફેરબદલ દરમિયાન સ્ત્રીઓને સ્કીન અને હેર પ્રત્યેના પ્રસનનું નિવારણ અંગે સેમીનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સેમિનારમાં લંડનમાં તાલીમ લીધેલ અને રાજકોટના જાણીતા બ્યુટીશિયન હીનાબહેન કોરિયાએ ઉપસ્થિત રહીને મહિલાઓને વિધાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તેમજ જાણીતા બ્યુતીશિયન અંકિતાબહેને ઉપસ્થિત રહીને મહિલાને જરૂરી ટીપ્સ આપી તેના પ્રશ્નોનું નિવારણ કર્યું હતું.

આ તકે સંસ્થાના અગ્રણી નિધીબહેન પટેલે જણાવ્યું હતું કે આ ઇવેન્ટની સ્પેશીયાલીટી પર્સનલ ગુર્મિંગ છે.જેમાં દરેક જાતે જ પોતાની હેરસ્ટાઈલ અને મેકઅપ કરી શકે અને તેને પાર્લર સુધી ણ જવું પડે જેનાથી પોતાનો કીમતી સમય બચાવી ઘરે મટીરીયલ બનાવી શકે.મેકઅપથી સ્કીન ક્યારેય ખરાબ થતી નથી પરંતુ મેકઅપ સ્કીનને સુટ થાય તેવો હોવો જોઈએ.ઘણીવાર મેકઅપ પ્રોપર રીમુવ કરવાનો પ્રોબ્લેમ બહુ જ થતો હોય છે તો ઘણીવાર મેકઅપ પ્રોપર રીમુવ કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

Comments
Loading...
WhatsApp chat